પૃષ્ઠોBRC KHEDBRAHMA VEBSITE
6 જુલાઈ, 2022
શાળા સ્વચ્છતા એવોર્ડ
તારીખ 6. 7. 2022 ના રોજ જિલ્લા
શિક્ષણ તાલીમ ભવન ઈડર ખાતે જિલ્લા કલેક્ટર સાહેબ,જીલા વિકાસ અધિકારી આદરણીય શાહ સાહેબ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન,જી.પ્રા. શિક્ષણાધિકારી ચૌધરી સાહેબ, ડાયેટ ના પ્રાચાર્યશ્રી પોરણીયા સાહેબ ની ઉપસ્થિતિમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા જેમાં ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મા સી.આર.સી અને ખેડબ્રહ્મા જૂથની ચાર શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર આપવામાં આવ્યા.
જેમાં ઓલ ઓવર કેટેગરીમાં
*ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર 1* ને જિલ્લાની શહેરી વિભાગમાં પ્રથમ નંબર પુરસ્કાર માટે પ્રમાણપત્ર તથા 15000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
કેટેગરી વાઇઝ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે પસંદ થયેલ શાળાઓમાં
*પરોયા પ્રાથમિક શાળા*
*ચીખલી પ્રાથમિક શાળા* અને
*કેટી હાઈસ્કૂલ* ને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર આપવામાં આવ્યો એક જ ક્લસ્ટર અને જૂથની તાલુકાની ચાર શાળાઓ પસંદ થવા બદલ શાળાના આચાર્યશ્રીઓ તથા સમગ્ર શાળા પરિવારને બી.આર.સી. ખેડબ્રહ્મા પિયુષભાઈ, સીઆરસી કોર્ડીનેટર પ્રકાશ વણકર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)