5 જૂન, 2012

કોમ્પ્યુટર ઐડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ.એ.એલ.પી. )

સામાન્યકલ્પના : કોમ્પ્યુટર ઐડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ.એ.એલ.પી. ) એક પરિસ્થિતિ એવી ઉભી કરે છે જ્યાં શીખવું અને માપવું એક ગમ્મત છે અને શીખવા માટે ની તકો ગ્રામ્ય તથા શહેરી બાળકો માટે સરખી હોય છે. સિઈએલપિ ની રજુઆત શરુઆતમાં ગ્રામીણ સરકારી પ્રારંભિક શાળાઓ ના ધોરણ ૧ થી ૭ માં બાળકોને આકર્શવા તથા ટકાવી રાખવા માટે શરુ કરવામાં આવી છે, સાથે સાથે રમતમાં શીખવું”, “મજા મજામાં આકરણીતથા બધા માટે સરખું જ્ઞાનની મદદથી ભણતરની ગુણવત્તા વધારી શકાય છે.

હેતુઓઅનેકામગિરિ : સિ.એ.એલ. પ્રોગ્રામનું મુખ્ય હેતુ બાળકોને શાળામાં આકર્શવું, ટકાવી રાખવું અને એનીમેટેડ મલ્ટીમીડીયા આધારિત શિક્ષણ સામગ્રીની મદદથી ભણતરની ગુણવત્તા સુધારવું છે.મલ્ટીમીડીયાનાં લક્ષણોંના ઉપયોગથી ઉખાણાઓ, વાર્તાઓ, એનીમેટેડ ચિત્રો અને અરસ પરસ રમતો દ્વારા સિએએલપીનાં હેતુઓ પૂરા કરી શકાય છે. હાજરજવાબી, સ્વદક્ષતા અને સ્વાધીનતા, આ ત્રણ નિર્ણાયક વસ્તુઓ જે કોઇ પણ કાર્યને રમતમાં બદલી દે છે, જેમનું સમાવેશ સિએએલપિ માં કરવામાં આવ્યું છે, જેથી શિક્ષણ રમત લાગે છે. ચિત્રો, સંગીત અને વાર્તાઓ દ્વારા સિએએલપિ માં શિક્ષણ સ્વયં કરી શકાય છે.
ફાયદાઓ :
- આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં આઇ.ટી. શિક્ષણ માં ખાસ સુધારો થશે અને રાજ્યના    આંકડાકીય ભેદ દૂર કરવામાં ઉપયોગી નીવડશે.
-શાળાઓમાં વિધ્યાર્થિઓ નો શિક્ષણમાં રસ વધશે જેથી શાળામાં હાજરી વધસે અને પરીક્ષામાં પરિણામ સુધરશે
-વર્ગમાં આઈ. ટી નાં ઉપયોગથી શીખવાડવાની પદ્ધતિમાં પણ સુધારો થશે
-વિદ્યાર્થી તથા શિક્ષકની શિખવવાની રીત અને ફળદ્રુપતામાં વધારો
-વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચસ્તરનું કોમ્પુટરનું શિક્ષણ સાથે ચાલુ રાખીને સારી રીતે તૈયાર કરવા.

આ પ્રવ્રુતિના મુખ્ય વિકલ્પો નીચે મુજબ છે :
·                            શિક્ષકો અને વિદ્યાર્થિઓને કોમ્પ્યુટરનો પરિચય કરાવવો.
·                            કોમ્પ્યુટર દ્વારા વિષયો શિખવાડવા.
·                            ભારે વિષયો માટે શૈક્ષણિક સોફ્ટ્વેર વાપરવા.
·                            સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને વિશેષ શાળાના વિદ્યાર્થિઓ માટે શકય બનાવવુ.

પ્રારંભિકપ્રવ્રુત્તિ
વર્ષ ૨૦૦૩-૨૦૦૪ માં ૨૯૩૪ કોમ્પ્યુટરો મેળવવામાં આવ્યા હતા. આ કોમ્પ્યુટરો ૫૧૭ ઉચ્ચ પ્રાથમિક શાળામાં સ્થાપાવામાં આવ્યા હતા. આ કોમ્પ્યુટરોનુ વિભાજન નીચે પ્રમાણે છે.
જિલ્લા કક્ષાએ શાળામાં - ૧૦ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર વિભાકીય કક્ષાની શાળામાં -૬ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર
જૂથ કક્ષાની શાળામાં ૫ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર
આ ચાલુ પ્રવાહમાં કોમ્પ્યુટરની પ્રયોગશાળાની સ્થાપના જિલ્લા કક્ષાએ ૨૫, વિભાકિય કક્ષાએ ૨૨૪ અને જૂથ કક્ષાએ ૨૬૮ કરવામાં આવી છે.
કોમ્પ્યુટરોની સ્થાપના બાદ શિક્ષકોને કોમ્પ્યુટર ઓપરેટરની પ્રાથમિક તાલિમ માટે એસ.એસ.એ ગુજરાતે ઇનટેલ સાથે જોડાણ કર્યુ છે.આ પ્રોગ્રામમાં ૫૧૭ આચાર્યઓએ એક દિવસ કોમ્પ્યુટરના ફાયદા અને ઉપયોગ જાણવા માટે ફાળવ્યો હતો. આ પછી તરત જ ૫૧૭ શિક્ષકોને ૧૦ દિવસ માટે કોમ્પ્યુટરના પાયાના ખ્યાલો, એમ.એસ, ઓફિસ, ઇંનટરનેટ વગેરે જાણવા તૈયાર કર્યા હતા.આ ૫૧૭ શિક્ષકો ઇંન્ટેલના ટ્રેનરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટી.ઑ.આર સાથે ઇંન્ટેલ દ્વારા ૫૧૭ શિક્ષકો દ્વારા સમાન કોર્સ સાથે વધુ ૧૦ શિક્ષકો ૧૦ દિવસની અન્દર તૈયાર કરશે.આ સાથે કુલ ૫૬૮૭ શિક્ષકો સમ્પુર્ણ રીતે તૈયાર થશે.
શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તાલીમ લીધેલ શિક્ષકો પાઠ તૈયાર કરવા માટે પાવર પોઇંન્ટનો ઉપયોગ કરી શકશે.
આ પછીની પ્રક્રીયામાં આ ક્ષેત્રના વિકાસ માટે એસ.એસ.એ ગુજરાતે અજીમ પ્રેમજી ફાઉન્ડેંશન સાથે જોડાણ કર્યુ છે. આ માટે જુદા જુદા સ્તરે શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ હતી. અંતમાં ૨૩ મુદ્દદાનો પરીચય થયો કે જે પુરી રીતે ફાઉંન્ડેંશન દ્વારા તૈયાર થયો હતો જેમાં અંગ્રેજી અને હીન્દી માધ્યમનો સમાવેશ થયો હતો. સોફટવેરને સ્થાનિક સ્પર્શ આપવા માટે ૨૫ શિક્ષકોની મદદ લઇને લખાણના બધા જ ૨૩ ભાગોને ગુજરાતી ભાષામાં ફરીથી લખવામાં આવ્યા છે. અંતે ૨ થી ૩ વાર મૂલ્યાંકન બાદ આ ૨૩ ભાગ તૈયાર કર્યા..આ જ પ્રમાણે ૫૧૭ શાળાઓમાં પછીના શૈક્ષણિક સત્ર માટે અમલમાં મુક્યુ.આ માટે શિક્ષકોની તાલીમ વેકેશન ગાળામાં પુરી કરવામાં આવશે.
સન ૨૦૦૪-૨૦૦૫માં ૨૦૦ થીવધુ જૂથ કક્ષાની શાળાઓ ૧૦૦૦ કોમ્પ્યુટર ( શાળા દિઠ ૫ કોમ્પ્યુટર + ૧ પ્રિંટર) દ્વારા આવરી લેવામાં આવી હતી.ઉપર જણાવેલ સોફટ્વેર પણ આ ૨૦૦ શાળઓમાં અમલી બનાવવામાં આવશે.
સન ૨૦૦૪-૨૦૦૫માં આ પ્રકારાનો કાર્યક્રમ બી.ઓ.ઓ.ટ મોડેલ દ્વારા લાગુ કરવામાં આવ્યો. આ એજન્સીનો પરીચય હાર્ડવેરની સ્થાપના, વળતર, શૈક્ષણિક સ્તરે વિકાસ, શિક્ષકોની તાલિમ, સામગ્રી પહોચાડનાર વગેરે કાર્યો દ્વારા થાય છે. આ કાર્યકમ માટે ૫૦૦ શાળાઓ આવરી લેવામાં આવી છે.
પ્રશંસનીય પરિણામ જોતાં રાજ્ય સરકારે આ કાર્યક્રમ વિશાળ સ્તરે યોજવાનું નક્કી કર્યુ છે. રાજ્ય સરકારના શૈક્ષણિક ખાતાએ ૪૦૬૧ થી વધારે શાળાઓને આવરી લેવામાં આવી છે.